Tuesday, February 21, 2012

કોણ કેવી રીતે કેવલજ્ઞાન પામ્યા......?

કોણ કેવી રીતે કેવલજ્ઞાન પામ્યા......?

(1) મરૂદેવા માતા - હાથી ઉપર બેઠા બેઠા.

(2) પૃથ્વીચંદ્ર - સિંહાસન ઉપર બેઠા બેઠા.

(3) ગુણસાગર - હસ્ત મેળાપ વખતે.

(4) વલ્કલચિરિ - પાત્ર પડિલેહણ કરતાં કરતાં.

(5) રતિસાર કુમાર - પત્ની ને શણગાર સજતાં.

(6) ભરત મહારાજા - અરીસા ભવન માં અનિત્ય ભાવના ભાવતાં.

(7) ઈલાચી કુમાર - દોરીપર નાચતાં નાચતાં.

(8) અષાઢાભૂતિ - નાટક કરતાં.

(9) સાધ્વી શ્રી પુષ્પચૂલા - ગોચરી લાવતાં લાવતાં.

(10) અર્ણિકાપુત્ર - નદીપાર કરતાં કરતાં.

(11) અઈમુત્તા મુનિ - ઇરિયાવહી કરતાં કરતાં.

(12) કુરગડુ મુનિ - આહાર કરતાં અને સાથે તપસ્વીઓની અનુમોદના કરતાં.

(13) નાગકેતુ - પ્રભુની પુષ્પપૂજા કરતાં કરતાં.

(14) પ્રસન્નચંદ્ર રાજર્ષિ - કાર્યોત્સર્ગ ધ્યાનમાં.

(15) કૂર્માંપુત્ર - ઘરમાં બેઠા બેઠા.

(16) બાહુબલીજી - નાના ભાઈઓને વંદન માટે પગ ઉઠાવતાં.

(17) મેતાર્ય મુનિ - ચામડાના પટ્ટાથી મસ્તક તુટતાં,આંખો બહાર નીકળતાં.

(18) ઢંઢણ મુનિ - ગોચરી પરઠવતાં પરઠવતાં.

(19) સ્કંદકસુરિ ના ૪૯૯ શિષ્ય - ઘાણી માં પીલાતા પિલાતા.

(20) પુણ્યાઢ્યય રાજા - જિન દર્શન કરતાં કરતાં.

(21) ગૌતમ સ્વામી - વિલાપ કરતાં (વીર નિર્વાણ સમયે).

(22) પાંચસો તાપસ - ખીરનું ભોજન કરતાં કરતાં.

(23) ખંધક ઋષિ - ચામડી ઉતારતા.

(24) ઝાંઝરીયા મુનિ - વધ કરતી વખતે.

(25) ચંડરૂદ્રાચાર્ય ના શિષ્ય - વિહારમાં ગુરુ ના અપશબ્દ અને માર ખાતાં ખાતાં.

(26) ચંડરૂદ્રાચાર્ય - શિષ્યને ખામાવતાં ખામાવતાં.

(27) મૃગાવતી સાધ્વી - ગુરુણી ને ક્ષમાપના કરતાં.

(28) ચંદનબાળા સાધ્વી - શિષ્યા ને ખામાવતાં.

(29) ગજસુકુમાલ મુનિ - મસ્તક પર અંગારા બળતાં.

(30) સંયતિ રાજા - મૃગને મારતાં મારતાં કર્મ નું અપહરણ કર્યું.

(31) માસતુષ મુનિ - બાર વર્ષ લાગટ " મા રૂષ, મા તુષ " શબ્દ ગોખતાં.

No comments:

Post a Comment